
ગુજરાતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો 1 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવે છે. એ વાત હજુ લોકો પચાવી નથી શક્યા ત્યાં આ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે.

9 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી જો કોઈ પણ ટ્રાફિક નિયમનો ભંગ થયો તો અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે. કોરોના વચ્ચે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને વધુ પડતાં અકસ્માતો હેલમેટ ન પહેર્યાને કારણે થઈ રહ્યા છે. એટલા માટે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો તમારી પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે.

તમે હેલમેટ નહીં પહેર્યું જોય તો સૌપ્રથમ વખત 500 રૂપિયાનો દંડ વસૂલાસે અને જો બીજી વખત પકડાયા તો 1000 રૂપિયાનો દંડ વસુલવવામાં આવશે. લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ઉપરાંત કારમાં કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર અને ને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.