તમને પણ વારંવાર શરદી થાય છે? એનું કારણ શું હોઈ શકે? જાણો એની કાયમી સારવાર વિશે..

વારંવાર શરદી થઈ જાય છે. તેનું કારણ શું ? શરદી ન થાય તે માટેની સારવાર
વારેઘડીએ થતી શરદી હવામાના કણની એલર્જીને કારણે થતી હોય છે . જે ડસ્ટમાઈટ કે પોલેન ( પરાગરજ ) ના હોય . છે અથવા એલર્જીના કણ ધૂળની સાથે ગતિમાં આવતા હોય છે . જ્યાં સુધી એલર્જીના કણ જમીન પર હોય ત્યાં સુધી કોઈ તકલીફ કરાવતા નથી , પણ જ્યારે ગતિ મળે ત્યારે નાકના સંપર્કમાં આવવીને શરદી કરાવતા હોય છે.આવું દિવસ દરમિયાન સૂરજ ઉગે અને આથમે ત્યારે તથા આખા વર્ષમાં જ્યારે જ્યારે પણ ઋતુ કે વાતાવરણ બદલાય ત્યારે થતું હોય છે . અલર્જીથી વાસ્તવમાં તો આપણે પ્રકૃતિ છે જેને કોઈ દવાથી બદલી શકતું નથી . તેથી અલર્જીથી બચવું તે જ તેની સૌથી શ્રેષ્ઠ સારવાર છે . જેને પણ એલર્જી હોય તેણે ધૂળ – ધૂમાડો , ધૂમ્રપાન , અગરબત્તી , પરફ્યુમ જેવા ઈરિટન્ટથી બચવું જોઈએ .

નાકના આગળના ભાગમાં લુબ્રિકેશન જેમ કે ઘી અથવા વેસેલિન લગાવવું જોઈએ તથા ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી જોઈએ . આ સિવાય નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1)સાફ – સફાઈ થતી હોય ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ. સાફ – સફાઈ જાતે કરતા હોવ ત્યારે મોટું માસ્ક કે કપડાથી ઢાંકી રાખવું જોઈએ .
2) ટુ – વ્હિલર પર જતા હો ત્યારે મોટું ઢાંકેલું રાખવું જોઈએ .
3)પંખાની બરાબર નીચે કે એસીની બરાબર સામે ન રહેતા થોડું સાઈડમાં બેસવું કે સૂવું જોઈએ.
વારેઘડીએ શરદી થઈ જવાથી અવાજ પણ વારેઘડીએ તરડાઈ જાય છે તેનું કારણ શું ? કુદરતે આપણને અવાજ માટેની એક ક્ષમતા આપેલી છે . જો આપણે તે ક્ષમતાથી વધારે ખેંચીને બોલીએ તો સ્વરપેટીને નુકસાન થાય છે . કોઈકવાર નાકમાંથી શરદી વારેઘડીએ જાય , એસિડિટી પાછી પડે અને ધૂમ્રપાનની ટેવ હોય તો તેનાથી પણ સ્વરપેટીને નુકસાન થતું હોય છે .

કોઈ વાર છાતીમાં કફ અથવા ઈન્વેક્શન હોય તો પણ સ્વરપેટીને ઈજા થતી હોય છે . અવાજ વારેઘડીએ બગડતો અટકાવવો હોય તો નીચેની તકેદારી રાખવી જોઈએ .
ખેંચીને બોલવાની આદત બદલવી જોઈએ .
પાણી પૂરતા પ્રમાણમાં પીવું .
ખાવામાં તળેલું , તીખું અને ઠંડુ ટાળવું જોઈએ .
સવાર – સાંજ મોંઢાવાટે નાસ લેવાથી સ્વરપેટીનો સોજો ઓછો થતો હોય છે .
ધૂમ્રપાનની આદત છોડવી જોઈએ .