દિવાળી 2021: જાણો લક્ષ્મી-ગણેશની પૂજા અને મુહૂર્તનો સમય..

કારતક મહિનાની અમાસ પર 4 નવેમ્બર, 2021ના રોજ ગુરુવારે ઘર-ઘરમાં મા લક્ષ્મીની પૂજા કરીને સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. ઘર-પરિવારમાં માતા લક્ષ્મીનુ સ્થાયી રીતે વાસ થાય અને સંપત્તિમાં વૃદ્ધિ થાય તેના માટે શુભ મુહૂર્તમાં પૂજન કરવુ જોઈએ. પૂજન માટે ચોઘડિયા, લગ્ન, અભિજિત મુહૂર્ત અને પ્રદોષ કાળ જેવા અલગ-અલગ સમયની પસંદગી લોકો પોતાની સુવિધા મુજબ કરે છે. પરંતુ આમાં પ્રદોષ કાળ કે સ્થિર લગ્નમાં લક્ષ્મી પૂજન કરવુ સર્વશ્રેષ્ઠ હોય છે. પંચાંગીય ગણતરી મુજબ 4 નવેમ્બર, 2021ના રોજ પ્રદોષ કાળ વેળા સાંજે 5.43થી 8.18 સુધી રહેશે. આ ઉપરાંત સ્થિર લગ્નમાં વૃષભ લગ્ન સાંજે 6.25થી રાતે 8.22 સુધી અને સિંહ લગ્ન રાતે 12.56થી 3.07 સુધી રહેશે. મધ્યરાત્રિમાં પૂજન કરવા માટે સિંહ લગ્ન સૌથી શુભ છે.
દિવાળી પૂજન મુહૂર્ત
દિવાળીના દિવસે સવારે 11.10 વાગ્યા સુધી પ્રીતિ યોગ અને ત્યારબદા આયુષ્માન યોગ હોવાના કારણે આ દિવાળી પરિવારમાં પરસ્પર પ્રેમ, સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને આયુમાં વૃદ્ધિ કરનાર રહેશે.
દિવાળી પૂજન મુહૂર્ત
4 નવેમ્બર, 2021 ગુરુવાર
કારતક અમાસઃ રાતે 2.44 સુધી
સૂર્યોદય અમદાવાદઃ સવારે 6.46 વાગે
ચિત્ર નક્ષત્રઃ સવારે 7.41 સુધી ત્યારબાદ સ્વાતિ
ચોઘડિયા અનુસાર મુહૂર્ત
શુભઃ સવારે 6.46થી 7.58 સુધી
ચરઃ સવારે 10.46થી 12.10 સુધી
લાભઃ બપોરે 12.10થી 1.34 સુધી
અમૃતઃ બપોરે 1.34થી 2.58 સુધી
શુભઃ સાંજે 4.22થી 5.46 સુધી
અમૃતઃ સાંજે 5.46થી 7.22 સુધી
ચરઃ સાંજે 7.22થી રાતે 8.58 સુધી
લાભઃ મધ્યરાત્રિ 12.10થી 1.46 સુધી
વિશેષ મુહૂર્ત
પ્રદોષ કાળઃ સાંજે 5.43થી 8.18 સુધી
અભિજિતઃ સવારે 11.48થી 12.32 સુધી
લગ્ન અનુસાર મુહૂર્ત
વૃશ્ચિકઃ સવારે 7.49 થી 10.46 સુધી
કુંભઃ બપોરે 1.40થી 3.12 સુધી
વૃષભઃ સાંજે 6.25 રાત્રે 8.22 સુધી
સિંહઃ રાતે 12.56થી 3.07 સુધી