ગુજરાત

દિવાળીને ધ્યાનમાં રાખી મિઠાઈ-ફરસાણના ઉત્પાદકો સાથે બેઠક યોજતા જિલ્લા પુરવઠા અધિકારી

પંચમહાલ માં દિવાળીને ધ્યાનમાં રાખી મિઠાઈ-ફરસાણના ઉત્પાદકો સાથે બેઠક યોજતા જિલ્લા પુરવઠા અધિકારી..

જનતા મિઠાઈ પ્રતિ કિલો રૂ. ૪૦૦/-અને જનતા ફરસાણ પ્રતિ કિલો રૂ. ૨૨૦/-ના દરે ઉપલબ્ધ કરાવાશે..

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this  
                

દિવાળીને ધ્યાનમાં રાખીને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા  મિઠાઈ-ફરસાણના ઉત્પાદનકારો અને વિક્રેતાઓ સાથે જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.બી. રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં ગોધરા સહિત જિલ્લાના મિઠાઈ-ફરસાણના ઉત્પાદકો અને વેચાણકારો સામેલ થયા હતા. બેઠકમાં તહેવારો દરમિયાન જરૂરતમંદોને મિઠાઈ-ફરસાણ યોગ્ય દરો પર મળી રહે તે માટે જનતા મિઠાઈ પ્રતિ કિલોના રૂ. ૪૦૦/-ના દરે અને જનતા ફરસાણ પ્રતિ કિલો રૂ. ૨૨૦/-ના દરે મળી રહે તેમ વેચાણ કરવા નક્કી કરાયું હતું. વિક્રેતાઓએ જણાવ્યું હતું કે તેઓ અગિયારસથી દરેક સ્થળે તેનું વેચાણ શરૂ કરાશે. આ ઉપરાંત, નવા નિયમો અનુસાર દરેક મિઠાઈ પર તેની એક્સપાયરી ડેટની વિગતો લખેલી હોય તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી હતી.   

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × five =

Back to top button
Close