
સમગ્ર ગુજરાતમાં કોરોના તેની ધાક જમાવતું જાય છે એવામાં સરકાર દ્વારા કોરોના નિયંત્રણ માટે અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. તેનું ઉલ્લંઘન કરે તો સરકારે તેની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં ડાયમંડ યુનિટોમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો (corona Guidlines) અમલ કરવામાં ન આવતા શહેરના કતારગામ સ્થિત પ્રાન્સ જેમ્સ, લક્ષ્મી એક્ષ્પોર્ટ, રાજેશ ગાબાણીનું કારખાનું બંધ કરાવવામાં આવ્યું છે.

રાજેશ ગાબાણીના આ કારખાનામાં વેન્ટિલેશનનો અભાવ હતો અને સાથે જ ઘંટી પર બે કરતાં વધુ કારીગરો એકસાથે કાર્યરત હતા. દરેક ડાયમંડ યુનિટની ખાસ રીતે ચકાસણી થઇ શકે એટલા માટે મનપાની એસઓપીનો કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.
એવામાં જેશ ગાબાણીના હીરાકારખાના માં લેસર મશીનો અને ઘંટીઓ પર કામ કરતાં રત્નકલાકારોનો રેપીડ એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. એવામાં તેમનું કારખાનું પુરી રીતે બંધ કરાવવામાં આવ્યું છે.