
વર્ષ ૨૦૨૧-૨૨ માટે પંચમહાલ જિલ્લાની ઋણ યોજનાનું અનાવરણ કરાયું
નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલ યોજનાની પુસ્તિકાજિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે લોન્ચ કરાઈ
પંચમહાલ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલ સંભાવ્ય ઋણ યોજના (પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાન)ના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
વર્ષ ૨૦૨૧-૨૨ માટે જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં સંભાવ્ય ઋણ યોજના નાબાર્ડ (NABARD- નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા તૈયાર કરવામાં આવે છે. યોજનામાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રો માટે રૂ.૧૪૩૭ કરોડના સંભાવ્ય ઋણ નિર્ધારિત કરાયા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂ.૮૨૪ કરોડ તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટે રૂ.૨૫૧ કરોડના ઋણની જરૂર દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી. બાંભણિયા, નાબાર્ડના વિકાસ અધિકારીશ્રી રાજેશ ભોંસલે તેમજ લીડ બેન્ક મેનેજરશ્રી કિરણ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.