
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે શાહ સાહેબ વયનિવૃત્ત થતા જીલ્લા પંચાયત તરફથી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ નિમિત્તે ચંદન બાગ,બામરોલી રોડ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શાહે પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળતા સાથી અધિકારીઓ- કર્મચારીઓનો આભાર માન્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે કોરોના કામગીરી સહિતના સમયને સ્મરતા નિવૃત્ત જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી શાહે જિલ્લામાં માતા મરણ-બાલ મરણનું પ્રમાણ ઘટાડવા, સગર્ભા માતાઓ-ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવા, જિલ્લામાં રક્તદાનનું પ્રમાણ વધારવા, બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા, આંગણવાડીઓ અને આરોગ્યકેન્દ્રોની સેવાઓને વધુ લોકભોગ્ય બનાવવા નવીન અભિગમો સાથે અસરકારક કામગીરીનું નેતૃત્વ કર્યું છે. આ પ્રસંગે ડીએફઓશ્રી એમ. મીણા (આઈ.એફ.એસ.), ડેપ્યુટી ડી.ડી.ઓ.શ્રી સી.ડી. રાઠવા, સી.ડી.એચ.ઓ. શ્રી જૈન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.પંચાલ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ. પટેલ સહિતના જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.