ખંભાળિયાની સિવિલ હોસ્પીટલ ખાતે કોવિડ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેકટર

દેવભુમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખાસ મુલાકાત લઈ, અહીં આવેલ ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં આવેલ આયસોલેશન વોર્ડની તેમજ દરેક દર્દીઓના ઑક્સીજન લેવલ મેઝરમેન્ટ કર્યું હતું. અહીં જિલ્લા કલેકટરએ કેવા પ્રકારની સેવાઓ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહી છે તેની માહિતી દર્દીઓ પાસેથી રૂબરૂ મેળવી હતી.
ડીસ્ચાર્જ અને હોમ આયસોલેટ તથા દર્દીઓને રાખવાની થતી કાળજીઓ અંગે પણ દર્દીઓને સમજણ આપી હતી. સતત બે કલાક સુધી જિલ્લા કલેક્ટરએ આઈસોલેશન વોર્ડ તેમજ આઈ.સી.યુ.માં રહીને દર્દીઓને ઝડપથી સારા થવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સાથે સાથે હોસ્પિટલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સમગ્ર મુલાકાત દરમિયાન તેમની સાથે કોવિડ હોસ્પિટલનો તમામ સ્ટાફ, હોસ્પિટલના અધિક્ષક, નિવાસી તબીબી અધિકારી, મેટ્રન વિગેરે ઉપસ્થિવત રહયા હતા.