દેવભૂમિ દ્વારકા

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની ખાસ મુલાકાત લેતા જિલ્લા કલેકટર

ખંભાળિયા સ્થિત જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલની ખાસ મુલાકાત મંગળવારે અહીંના જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના એ લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડો. મીનાએ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્થિત સી.સી.ટી.વી. નું મોનીટરીંગ કર્યું હતું.

આ ઉપરાંત ફ્લુ ઓ.પી.ડી.માં આવેલા દર્દીઓ તેમજ તેમના સંબંધોઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સુવિદ્યાઓ વધારવા માટે પણ ચર્ચા કરી હતી. અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સમગ્ર મુલાકાત દરમીયાન તેમની સાથે કોવિડ હોસ્પિટલનાં અધિક્ષક, નિવાસી તબીબી અધિકારી, એ.એચ.એ., સીસ્ટમ મેનેજર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 1 =

Back to top button
Close