ક્રાઇમદેવભૂમિ દ્વારકા
દ્વારકામાં બે સ્થળોએ દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ: બે મહિલાઓ સામે કાર્યવાહી

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ચારણ-ગઢવી લક્ષ્મીબેન રાજપાલભાઈ માતકા નામના 55 વર્ષીય મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનના ફળિયામાં 20 લિટર દેશી દારૂ તથા દારુનો આથો, ગેસનો ચૂલો, સિલિન્ડર, વિગેરે મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ પ્રોહી. એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
અન્ય એક દરોડામાં દ્વારકા પોલીસે નરસંગ ટેકરી વિસ્તારમાંથી રાણીબેન રામાભાઈ સંગાણી નામના 42 વર્ષીય ચારણ મહિલા દ્વારા પોતાના ઘરના ફળિયામાંથી દેશી દારુ તથા દારૂ બનાવવા માટેના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં તેની સામે પણ દ્વારકા પોલીસ દ્વારા પ્રોહી.એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.