રાષ્ટ્રીય

ખેડૂત બિલ અંગે મોદી સરકારમાં ભંગાણ : હરસિમરતનું રાજીનામું

– કેન્દ્ર સરકાર સામે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતો નારાજ

– ખેડૂતોની ચિંતા દૂર કર્યા વિના બિલ લાવનારી સરકારમાં રહેવું નથી, ખેડૂતોની સાથે ઊભા રહેવાનું ગૌરવ છે : હરસિમરત કૌર

દેશમાં ખેડૂતોના ઉદ્ધાર માટે સંસદમાં ત્રણ કૃષિ ખરડા રજૂ કરવાના મોદી સરકારના દાવા વચ્ચે એનડીએમાંથી જ આ ખરડાઓ વિરૂદ્ધ સૂર ઉઠવા લાગ્યા છે. પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં આ ખરડાઓનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે મોદી સરકારમાં ભંગાણ પડયું છે.

એનડીએના સાથી પક્ષ શિરોમણી અકાલી દળના (એસએડી) કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે ગુરૂવારે કૃષિ ખરડાના વિરોધમાં કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું હતું. વધુમાં અકાલી દળે ગુરૂવારે સંસદમાં આ ત્રણે ખરડા માટે મતદાન સમયે તેના સાંસદોને વિરોધમાં મતદાન કરવાનો વ્હિપ પણ જારી કર્યો છે.

કૃષિ ખરડાના વિરોધમાં મોદી સરકારની કેબિનેટમાં શિરોમણી અકાલી દળના એકમાત્ર મંત્રી હરસિમરત કૌરે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના મંત્રીપદેથી રાજીનામુ આપ્યું હતું. હરસિમરત કૌરે જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી ખરડાના વિરોધમાં હું કેબિનેટમાંથી રાજીનામુ આપી રહી છું. ખેડૂતોની પુત્રી અને બહેન હોવાના નાતે ખેડૂતોની સાથે ઊભા રહેવાનું તેને ગૌરવ છે.

અગાઉ અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલે ચીમકી આપી હતું કે, આ ખરડાના વિરોધમાં તેમના મંત્રી હરસિમરત કૌર રાજીનામુ આપી શકે છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ રાજ્યમાં કોંગ્રેસ વિરૂદ્ધ ઉગ્ર આંદોલન ચલાવશે. બાદલે કહ્યું હતું કે આ ખરડા અંગે પંજાબના ખેડૂતો, આડતિયા અને વેપારીઓમાં અનેક શંકાઓ છે.

સરકારે આ ખરડો અને વટહુકમ પાછા લેવા જોઈએ. શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી અને આ ખરડા અંગે ખેડૂતોની ચિંતાઓનો ઉકેલ લાવવાની માગણી કરી હતી. અકાલી દળે આ ખરડાઓને સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની પણ માગણી કરી હતી. 

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં ખેડૂતો સંબંિધત કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા પૂરી પાડવી) ખરડો, 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) મૂલ્ય નિર્ધારણ અને કૃષિ સેવા પર કરાર ખરડો, 2020 અને આવશ્યક વસ્તુ (સુધારા) ખરડો, 2020 લઈને આવી છે. આ ત્રણે ખરડા કાયદો બન્યા પછી અગાઉ મોદી સરકારે જાહેર કરેલા વટહૂકમનું સૃથાન લેશે.

જોકે, ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા આ ત્રણેય ખરડાઓનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે દાવો કર્યો હતો કે આ ખરડાના વિરોધમાં દેશમાં 62 કરોડ ખેડૂતો અને કૃષિ મજૂરો દેખાવો કરી રહ્યા છે અને 250થી વધુ કૃષિ સંગઠનો ધરણાં, ભૂખહડતાળ પર બેઠાં છે.

કેન્દ્ર સરકારે રજૂ કરેલા કૃષિ ખરડાઓને ખેડૂત વિરોધી ગણાવતાં પંજાબના ખેડૂતોએ આ ખરડાઓને પાછા ખેંચવા માગણી કરી છે. પંજાબના ખેડૂતોએ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું છે કે પંજાબના જે પણ સાંસદ આ ખરડાનું સંસદમાં સમર્થન કરશે, તેમને ગામમાં ઘૂસવા દેવાશે નહીં.

કોંગ્રેસે પણ ગુરૂવારે કૃષિ ખરડાઓનો વિરોધ કરતાં જણાવ્યું હતુ ંકે, આ ખરડા દેશમાં કૃષિના ભવિષ્ય માટે મૃત્યુઘંટ સમાન બની રહેશે. કોંગ્રેસના સાંસદોએ પંજાબમાં કૃષિ ખરડાની નકલો બાળી હતી. ભારતીય કિસાન સંગઠનના મહાસચિવ હરિન્દર સિંહે આ ખરડાઓને ‘કોરોના વાયરસથી પણ ખરાબ’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તે લાગુ થશે તો દેશમાં ખેડૂત, આડતિયા અને કૃષિ મજૂરોની હાલત દયનીય થઈ જશે. 

દિલ્હીમાં વિજયચોક ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓ અિધરરંજન ચૌધરી, રણદીપ સુરજેવાલ અને ગૌરવ ગોગોઈએ આ ખરડાને હરિત ક્રાંતીને હરાવવાનું મોદી સરકારનું કિથત કાવતરૂં ગણાવ્યું હતું. કોંગ્રેસે આ ખરડાનો વિરોધ કરતાં કહ્યું કે, મોદી સરકાર આ ખરડાં મારફત કૃષિ ક્ષેત્રમાં મૂડીવાદ માટે દરવાજા ખોલી રહી છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 11 =

Back to top button
Close