દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો..

૭૨ દિવ્યાંગ લાભાર્થીને રૂ.૧૨ લાખની સહાયની રકમની અલગ-અલગ કીટનું વિતરણ.
દેવભૂમિ દ્વારકા તા.૦૭, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોગ કેન્દ્ર ખંભાળીયા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકા દ્રારા આયોજિત બાળ સુરક્ષા યોજનાકીય માહિતી અને સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓનો લાભ આપવા માટે મંજુર થયેલ દિવ્યાંગોને દિવ્યાંગ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ કલેકટરશ્રી ડો.નરેન્દ્ર કુમાર મીનાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.મોરીએ કરી સરકારશ્રીની યોજનાઓની માહિતી આપી હતી. કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજીત બાળ સુરક્ષા યોજનાઓનો તેમજ સમાજ સુરક્ષા ખાતાની તમામ યોજનાઓેનો લાભ વધુમાં વધુ દિવ્યાંગોને લેવા અનુરોધ કર્યો હતો.પોતાની લાઇફ નોર્મલ માણસોની જેમ જીવી શકે,સકરકારશ્રી તરફથી દિવ્યાંગોને મળતી સહાયના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરે અને દિવ્યાંગો વધુ જાગૃત બને, અલગ-અલગ સ્કીમોની જાણકારી મેળવી, યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યુ હતુ.

લોકોની જરૂરિયાત મુજબ સરકારશ્રી દ્રારા ટાર્ગેટમાં પણ વધારો થઇ શકે છે. વિકલાંગોને સમાન અધિકારો માટે સમાજમાં કલ્યાણકારી અભિગમ કેળવાઇ રહયો છે. સમાજ સુરક્ષા ખાતાના અધિકારી/કર્મચારીઓને દિવ્યાંગ સાધન સહાય વિતરણના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.
સમાજ સુરક્ષા અધિ.શ્રી મોરીએ જણાવ્યુ હતુ કે,કોઇપણ કેટેગરીમાં ૮૦ ટકા દિવ્યાંગ હોય અને બીપીએલમાં તેના કુટુંબનો સમાવેશ થતો હોયતો તેવા બાકળકોને દર મહિને રૂ.૬૦૦/-ની સહાય સરકાર દ્રારા ચુકવવામાં આવે છે. પાલક માતા પિતાને બાળકના ખર્ચ માટે દર મહિને રૂ.૩૦૦૦/- આપવામાં આવે છે. વિધવા બેન હોય તો તેના સંતાનોને સમાજ સુરક્ષા ખાતાની હોસ્ટેલમાં વિના મૂલ્યે ભણાવી શકે છે. દિવ્યાંગો માટે નવી યોજના આવી છે. જેમાં દિવ્યાંગ વ્યકિત દિવ્યાંગ સાથે લગ્ન કરે તો તેને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

દિવ્યાંગ વ્યકિત સામાન્ય માનવી સાથે લગ્ન કરે તો રૂ.૫૦,૦૦૦/-ની સહાય સમાજ સુરક્ષા ખાતા દ્વારા આપવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય કેમ્પ્માં ૭૨ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની દિવ્યાંગતાના આધારે તેની જરૂરિયાત પ્રમાણેનાં રોજગારલક્ષી રૂ.૧૨ લાખની સહાયના સાધનોનુ તેમજ ૨૦ યુ.ડી.આઇ.ડી. કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાધન સહાયમાં ત્રાયસિકલ, સિલાઇ મશીન,એમ.આર.કીટ,, સાયકલ વગેરે સાધનોનુ ઉપસ્થિત મહાનુભવો દ્રારા વિતરણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે જાડેજાઓ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. આભારવિધિ સમાજ સુરક્ષાઅધિશ્રી મોરીએ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રજાના પ્રતિનિધિ શ્રીમયુરભાઇ ગઢવી, જિલ્લા વિકાસ અધિ.શ્રી જાડેજા, દહેજ પ્રતિબંધક અધિ.શ્રીસોનલબેન, લગત કચેરીનાં અધિકારીશ્રીઓ તથા સમાજસુરક્ષા કચેરીનાં અધિકારીઓ , કર્મચારીઓ ,પ્રિન્ટ /ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો/પ્રતિનિધિઓ તથા દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.