સ્પોર્ટ્સ
ચહલને સરપ્રાઈઝ આપવા હોટલ રૂમ સુધી પહોંચી ગઈ ધનાશ્રી વર્મા,

ધનાશ્રી વર્મા હાલ પોતાના ફિઆન્સે યજુર્વેન્દ્ર ચહલને સપોર્ટ કરવા માટે એક સરપ્રાઈઝ આપવા દુબઈ પહોંચી. હાલમાં જ ધનાશ્રી વર્મા અને યજુર્વેન્દ્ર ચહલનો એક વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ડાંસર પોતાના ફિઆન્સેને સરપ્રાઈઝ આપતી દેખાય છે. વિડીયોને ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયો છે. જેમાં જોઈ શકાય છે કે ચહલ પોતાના હોટલ રૂમમાં આરામથી ઊંઘી રહ્યો હોય છે, ત્યારે જ ધનાશ્રી આવીને તેના રૂમની ડોરબેલ વગાડે છે. ચહલ પોતાના રૂમની બહાર ધનાશ્રીને જોતા જ દંગ રહી જાય છે. તમને જણાવી દઈએ કે ધનાશ્રી 11 ઓક્ટોબરે જ મેચ બાદ આવવાની હતી, પરંતુ તેણે પહેલા આવીને યજુર્વેન્દ્રને સરપ્રાઈઝ આપી. વિડીયોમાં ચહલનું રિએક્શન જોવા લાયક છે. બંનેના આ ક્યૂટ વિડીયો પર ફેન્સ કમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.