ગુજરાતરાષ્ટ્રીયવેપારસૌરાષ્ટ્ર

રિલાયન્સે વિકસિત કરી બે કલાકમાં કોવિડ-૧૯ની તપાસનું પરિણામ આપનાર આરટી-પીસીઆર કિટ

વર્તમાન સમયમાં આરટી-પીસીઆર કિટથી કોવિડ-૧૯ તપાસના પરિણામમાં લગભગ ૨૪ કલાકનો સમય લાગે છે

રિલાયન્સ લાઇફ સાઇંસેસે એવી આરટી પીસીઆર કિટ વિકસિત કરી છે, જે લગભગ બે કલાકમાં કોવિડ-૧૯ના તપાસનું પરિણામ આપી દેશે. કંપની સાથે જોડાયેલ સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. વર્તમાન સમયમાં આરટી-પીસીઆર કિટથી કોવિડ-૧૯ તપાસના પરિણામમાં લગભગ ૨૪ કલાકનો સમય લાગે છે. આ પ્રયોગશાળામાં વાસ્તવિક સમયમાં કોઈપણ વિષાણુના ડીએનએ અને આરએનએમાં નકલ કરવાની તપાસ કરે છે અને સાર્સ કોવ-૨માં રહેલા ન્યૂકિલક અમ્લની ઓળખ કરે છે. ન્યૂકિલક અમ્લ દરેક જ્ઞાત જિવિત વસ્તુમાં જોવા મળે છે.

સૂત્રએ કહ્યું છે કે રિલાયન્સ લાઇફ સાઇંસેસના વૈજ્ઞાનિકોએ દેશમાં સાર્સ-કોવ-૨ના ૧૦૦થી વધારે જીનોમનું વિશ્લેષણ કર્યું હતું અને આધુનિક આરટી-પીસીઆર કિટને વિકસિત કરી છે. સૂત્રએ કહ્યું કે આ કંપનીએ આ કિટને ‘આરટી ગ્રીન કિટ’નામ આપ્યું છે. આઈસીએમઆરથી તેને સંતોષજનક પ્રદર્શન માટે ટેકનિકી માન્યતા મળી ચૂકી છે.

સૂત્રએ કહ્યું કે આ કિટ સાર્સ કોવ-૨ના ઇ-જીન, આર-જીન, આરડીઆરપી જીનની ઉપસ્થિતિને પકડી શકે છે. આઈસીએમઆરની તપાસ પ્રમાણે આ કિટ ૯૮.૭ ટકા સંવેદનશીલતા અને ૯૮.૮ ટકા વિશેષજ્ઞા બતાવે છે. તેમણે કહ્યું કે આ કંપનીમાં કામ કરનાર ભારતીય શોધ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ તપાસના પરિણામ આવવામાં અંદાજિત સમય બે કલાક છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =

Back to top button
Close