ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાન્યુઝરાષ્ટ્રીયસૌરાષ્ટ્ર

સાયબર ક્રાઇમના નાણાકીય છેતરપીંડીના બનાવમાં નાણા પરત મેળવી આપતી દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ સેલ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર રાજકીશોર મહેન્‍દ્રભાઇ પાસવાન ધંધો-એનારી કંપનીમાં રે. મહાદેવ મંદિરની બાજુમાં યોગેશ્વરનગર, ધરમપુર તા. ખંભાલીયા સાથે થયેલ. ફ્રોડની તમામ રકમ પરત અરજદારશ્રીને અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી કે, અરજદારશ્રીએ ફલીપકાર્ટ કંપનીમાંથી ઓનલાઇન કપડા મંગાવેલ હતા. બાદમાં ઓર્ડર કરેલ વસ્‍તુ સમયસર ન આવતા. અરજદારશ્રીએ ઓનલાઇન ગુગલ સર્ચમાંથી ફલીપકાર્ટ કંપનીના કસ્‍ટમર કેર નંબર સર્ચ કરેલ. બાદમાં ગુગલ સર્ચમાંથી મળેલ સામાવાળના મોબાઇલ નંબરમાં કોલ કરી ઉપરોકત ઓર્ડરની હકીકત અરજદારશ્રી દ્વારા જણાવવામાં આવેલ.

બાદમાં સામાવાળા દ્વારા રીફ્રન્‍ડની લાલચ આપી અરજદારશ્રીને મોબાઇલમાં ‘AnyDesk’ એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી લીધેલ. એ રીતે સામાવાળને અરજદારશ્રીના મોબાઇલના એકસેસ મળી ગયેલ. બાદમાં સામાવાળએ અરજદારશ્રીના ક્રેડીક કાર્ડનો ઉપયોગ કરી ફ્રોડ ટ્રાન્‍ઝકેશન કરેલ હતા. જેમાં ટ્રાન્‍ઝેકશન ૧ . રૂા. ૪૧,૨૧૨/- ર. રૂા. ૪૯,૯૯૦ કુલ રકમ ૯૧,૨૦૨નું ફ્રોડ થયેલ હતું.

જે બનાવમાં અરજદાર દ્વારા તાત્‍કાલીક સાયબર ક્રાઇમ સેલ. દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરતા સાયબર સેલ ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્‍કાલીક જરૂરી પત્રવ્‍યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગ બનનારની કુલ રકમ ૯૧,૨૦૨ બેંક એકાઉન્‍ટમાં પરત મેળવી આપેલ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close