ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દેવભૂમિ દ્વારકા- ટાટા કેમિકલ્સના પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી….

આજે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે આવેલ વિખ્યાત ટાટા કેમિકલ્સ ના પ્લાન્ટમાં આગના ગોટેગોટા દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .

ટાટા કેમિકલ્સનાં મટેરિયલ હેન્ડલિંગ યાર્ડ (mhy)માં પડેલા કોલસામાં અચાનક આગ ફાટી નીકળતા કંપનીના ચારથી પાંચ ફાયર ફાયટરોએ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી. અને અંતે આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલ છે કે આગથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયેલ નથી….