દેવભૂમિ દ્વારકા: 32 પોલીસ કર્મચારીઓની બદલી..

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં નવા મુકાયેલા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ઉપરાંત દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, તાલુકાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલની સામૂહિક બદલીઓ ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કરવામાં આવી છે. જેમાં જુદાજુદા પોલીસ સ્ટેશનના કુલ 32 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી સામુહિક બદલી કરાઈ છે.

આ સમૂહ બદલીમાં ખંભાળિયાના ડાડુભાઈ જોગલ અને ભાયાભાઈ કરમુરને ઓખા, દ્વારકાના હેમતભાઈ જોશી અને પ્રવિણસિંહ જાડેજાને કલ્યાણપુર, જેઠાભાઈ પરમાર અને પ્રદિપસિંહ જાડેજાને ખંભાળિયા, કલ્યાણપુરના દામજીભાઈ નકુમને દ્વારકા, ભીમજીભાઇ કાગડીયાને મીઠાપુર, પ્રવીણભાઈ માડમને ઓખા, સંજયભાઈ બરારીયા, આલાભાઇ બંધિયા અને સંદિપકુમાર રાઠોડને વાડીનાર, તથા મહેશભાઈ પરમારને ઓખા મુકવામાં આવ્યા છે. જ્યારે ભાણવડના મશરીભાઈ ભોચીયા, દેવેન્દ્રસિંહ જાડેજા અને વજશીભાઈ નંદાણીયાને દ્વારકા અને બળદેવભાઈ ગાગીયાને ઓખા મૂકવામાં આવ્યા છે.
મીઠાપુરના ગીરીશભાઈ ગોજીયા અને બ્રિજેશભાઈ બોરીયાને ભાણવડ, ઓખાના જયસુખભાઇ કક્કડ અને નાગજીભાઈ કેશુરને ભાણવડ, ચિરાગસિંહ જાડેજા, મુકેશભાઈ વાઘેલા, રાજાભાઈ શાખરા અને નારણભાઈ સદાદીયા અને હરીશભાઈ બારીયાને કલ્યાણપુર જેશાભાઈ માણેકને સલાયા, જ્યારે સલાયાના માવજીભાઈ સોલંકીને ઓખા, વાડીનારના નરસિંહભાઈ કુબેરને મીઠાપુર, સંજયભાઈ વાંકને દ્વારકા, અને રમેશપુરી ગોસાઈને ઓખા મૂકવામાં આવ્યા છે. આમ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે લાંબા સમય પછી પોલીસ વિભાગમાં આંતરિક બદલી કરાઈ છે