રશિયાથી પાછા ફરી રહેલા રાજનાથની રાજનીતિથી ભલભલા ચત્તાપાટ, ચીન જોતું જ રહી

મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરવાને બદલે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન-ચીન સહિત દુનિયાના દેશોને ચોંકાવી દીધા હતાં. રશિયાથી પાછા ફરી સીધા ભારત પાછા ફરવાના બદલે રાજનાથ સિંહ ઈરાન પહોંચી ગયા હતાં. ઈરાનની ઓચિંતિ મુલાકાત લઈ રાજનાથે ચીનની ઈશારામાં જ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો.
રાજનાથ સિંહની આ ઓચિંતિ ઈરાન યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં તહેરાનમાં તેઓ પોતાના સમકક્ષ ઈરાની સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારતીય સંરક્ષણમંત્રીના અણધાર્યા ઈરાન પ્રવાસથી અનેક અટકળોને બળ મળ્યું છે.
રશિયાથી ભારત પરત ફરી રહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અચાનક ઇરાન પહોંચી ગયા હતાં. પૂર્વોત્તરમાં ચીન અને પશ્વિમી સીમા પર પાકિસ્તાનના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની તહેરાન યાત્રા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજનાથ સિંહે પોતે જ એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, તહેરાન માટે હું મોસ્કોથી રનાવા થઈ રહ્યો છું. હું ઈરાનના સંરક્ષણ મંત્રી બ્રિગેડિયર જનરલ આમિર હતામી સાથે મુલાકાત કરીશ. જાહેર છે કે, ભારતે ગઈ કાલે શુક્રવારે જ કહ્યું હતું કે, તે ફારસની ખાડીમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ખુબ જ ચિંતિત્ત છે અને ક્ષેત્રના દેશો સાથે પરસ્પસ સમ્માન પર આધારીત વાતચીત દ્વારા પોતાના મતભેદોનું સમાધાન લાવવાનો અનુરોધ કરે છે.
ફારસની ખાડીમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં ઈરાન, અમેરિકા અને સંયુક્ત અરબ અમિરાત સાથે સંબંધિત એનક ઘટનાઓએ આ વિસ્તારમાં તણાવ વધારી દીધો છે. જ્યારે થોડા દિવસ પહેલા જ ચીને ઈરાનને સાધ્યું હતું અને ત્યાં અનેક પ્રોજેક્ટમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. ભારત વર્ષોથી ઈરાનનું સારૂ મિત્ર રહ્યું છે પણ અચાનક જ ઈરાનમાં ચીનની વધતી જતી ભૂમિકાથી ભારત સતર્ક બન્યું હતું. જેથી રાજનાથ સિંહની અચાનક ચીનની મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. રાજનાથ સિંહે એક કાંકરે અનેક પક્ષી માર્યા છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૌકોઈને ચોંકાવ્યા હતાં. તેઓ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન અચાનક જ પાકિસ્તાનની મુલાકાતે પહોંચી ગયા હતાં. પીએમ મોદીની આ રણનીતિ ભલભલા રાજનેતાઓ સત્તાપાટ રહી ગયા હતાં.