ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ તેમજ શાળાઓ ખોલવા સહિત બાબતો અંગે નિવેદન આપતા નાયબમંત્રી નીતિન પટેલ

નાયબમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યની કેટલીક બાબતોને લઈને પત્રકાર પરિષદમાં સંબોધન કરતા શાળાઓના શરુ થવા ઉપરાંત ડુંગળીના નિકાસ સહિતની બાબતો પર મહત્વના નિવેદનો આપ્યા હતા, જેમાં ગોધરામાંથી ISI એજન્ટની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે અંગે જણાવ્યું કે, પાકિસ્તાન અને ચીન જેવા વિરોધી દેશોને મદદરૂપ થતાં જાસૂસની ધરપકડ એ તેવા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની એજન્સીને મદદ કરનાર વ્યક્તિની ધરપકડ આવકારદાયક છે. તમામ એજન્સીઓ દેશ વિરોધી તત્ત્વો સામે નજર રાખી રહી છે અને જરૂર પડે ધરપકડ પણ કરી રહી છે. દેશની સુરક્ષા માટે એજન્સીઓ કાર્યરત છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, હાલમાં સળગતા એવા ડુંગળીના મુદ્દા પર કહ્યું કે ડુંગળી નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે દેશમાં વપરાતી કોઈપણ ચીજ-વસ્તુ રાજ્ય અને દેશના નાગરિકોને વ્યાજબી ભાવે મળી રહે, બગાડ ન થાય, અછત ન સર્જાય, સંગ્રહખોરી ન થાય, કાળાબજાર ન થાય તે બધું જોવાની ભારત સરકારની જવાબદારી અને ફરજ છે. એટલે આ ભાવ સ્થિર થતાં નિકાસ પર પ્રતિબંધ હટાવાશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત રાજ્યની શાળાઓ ખોલવા અંગે નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું છે કે, રાજ્યમાં શાળાઓ શરૂ કરવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ભારત સરકાર અને સુપ્રિમની ગાઈડલાઈન પ્રમાણે કાળજી રાખીને બધું સંકલન કરી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે તેમ અંતે જણાવ્યું હતું.