ગુજરાત

વિજાપુર બસ ડેપો તરફ ના રોડ ઉપર વરસાદ ના ધોવાણ થી પડેલા ખાડા પુરવા માંગ

વિજાપુર ના વિસ્તારોમાં તુટેલા રોડ ના ખાડા ક્યારે પુરાશે વાહન ચાલકો પરેશાન

વિજાપુર શહેર અને તાલુકામાં આવેલાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દર ચોમાસાની સીઝનમાં મુખ્ય માર્ગો પણ ધોવાઇ જાય છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં આવેલાં આંતરિક માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની ગઇ છે. પરંતુ તંત્રના અધિકારીઓને મુખ્ય માર્ગો જ નજરે પડતા નથી. આંતરિક માર્ગો ઉપર અવર જવર કરતાં વાહન ચાલકો ને અકસ્માતના ભય સતાવી રહયો છે.ત્યારે વિકાસના નામે બનાવેલો રોડ હાલમાં ધોવાઇ જવાથી અવર જવર કરતી બસો તેમજ ખાનગી વાહનચાલકો રોડ ઉપર પડેલા ખાડા પટકાય છે જેના કારણે રાહદારીઓની કમર પણ તૂટી જાય તે રીતે બસો વહનો પછડાય છે તાજેતરમાં થયેલાં વરસાદ માં ઘણા રોડો ધોવાઇ ગયા છે અગાઉ ના સમયે પાલીકા દ્વારા બનાવેલા સીસી રોડ ચક્કર થી દોશીવાડા કૅકે શર્મા સ્કુલ ઝવેરી હાઈસ્કૂલ લાટી બઝાર ખત્રી કુવા ચક્કર બસડેપો શાકમાર્કેટ સાંથ બઝાર જૂની કોર્ટ રોડ વગેરે વિસ્તારોમાં બનાવેલા રોડ વરસાદ ના કારણે તુટી ગયા હોવાથી વાહન ચાલકો ને ઘણી તકલીફ પડે છે પરંતુ સ્થાનિક વિસ્તારોમાં આવેલાં આંતરિક તુટેલા રોડ સમારકામ બાબતે કોઇ જ આયોજન ગોઠવવામા આવે તેવી રહીશો માં માંગ ઉઠી છે ઉબડ – ખાબડ અને ડિસ્કો બની ગયેલા રોડ ઉપર અવર જવર કરતાં વાહન ચાલકોને અકસ્માતના ભયે વાહન હંકારવું પડી રહ્યું છે. અવાર નવાર નાની મોટી અકસ્માતની ઘટનાઓ પણ આ માર્ગો ઉપર સર્જાઇ છે. પરંતુ તંત્ર દ્વારા આ માર્ગોના સમાર કામ બાબતે કોઇ જ આયોજન ગોઠવવામાં આવ્યુ નથી. દર વર્ષે ચોમાસાની મોસમ બાદ તમામ માર્ગોનું પેવરવર્ક પણ ઉખડી જાય છે. જેના પગલે આંતરિક રોડ તુંંટી ગયા છે આ અંગે ચીફ ઑફિસર મંટીલ પટેલે જણાવ્યુ હતુ કે જે રોડ તુટી ગયેલાછે તેનુંં પેેેવર કામ કરી નાખવામાં આવશે હાલ માં ચોમાસું હોવાથી કામ કરી શકાયુ નથી જેનું ટુુંકા સમયે થઇ જશે નવીન આવેલા ચીફ ઓફિસર મંટીલ પટેલે વધુ. જણાવ્યું હતુ શહેરીજનો ને પડતી તકલીફ દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા મા આવશે અને દરેક. પ્ર્ર્શ્ન નો નિરાકરણ લાવવા માંં આવશે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =

Back to top button
Close