દુનિયાના 4000 વિજ્ઞાનીઓની માંગ: લોકોનું જીવન હવે પહેલા જેવું સામાન્ય થવું જોઇએ

કોરોના વાયરસના કારણે વિશ્વના તમામ લોકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.ત્યારે હવે દુનિયાના 4000 વિજ્ઞાનીઓ અને સંશોધકોએ કોરોના વાયરસ મહામારીને લઇને એક અપીલ કરી છે.લોકડાઉન પિટિશનમાં આ લોકોએ કહ્યું છે કે જે લોકોને કોરોનાનું જોખમ ઓછુ હોય તેવા લોકો માટે હવે જીવન પહેલાની જેમ સામાન્ય થવું જોઇએ. વિજ્ઞાનીઓએ હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવાની સલાહ પણ આપી છે.વિજ્ઞાનીઓએ કહ્યું છે કે કોરોના વાયરસથી જે લોકોને સૌથી વધારે જોખમ છે, તેમને બાદ કરીને બાકીના તમામ લોકોના જીવન સામાન્ય થવા જોઇએ.

કોરોના વાયરસના કારણે લોકોના જીવન અને સ્વાસ્થ્ય બરબાદ થઇ શકે છે. ઉપરાંત હજુ સુધી હર્ડ ઇમ્યુનિટિના પ્રભાવી હોવાના લઇને પણ પુરતી માહિતિ સામે આવી નથી. બાળકોના રસીકરણમાં ઘટાડો થઇ રહ્યો છે, તો ગંભીર બિમારીના કિસ્સામાં લોકોને પુરતી સારવાર પણ મળતી નથી.જો આવા પ્રતિબંધો શરુ રહ્યા તો મૃત્યુદર વધશે, બાળકોને શિક્ષણ નહીં મળે અને ખાસ કરીને ગરીબ અને પછાત લોકોને સૌથી વધારે નુકસાન થશે.