સોનુ સૂદ માટે ભારત રત્નની માંગ: ફેને PM મોદીને વિનંતી કરીને કહ્યું, દેશના સાચા હીરોને અવોર્ડ આપો

સોનુ સૂદે પોસ્ટ પર વિનમ્રતાથી હાથ જોડ્યા
Covid-19 દરમિયાન લોકડાઉનમાં એક્ટર સોનુ સૂદ પોતાના કામને લીધે રિયલ હીરો બની ગયો છે. સોનુએ મહામારી દરમિયાન લાખો લોકોને તેમના ઘરે પહોંચાડ્યા. ભોજન, સ્વાસ્થ્ય સુવિધા અને અભ્યાસની સગવડતા પણ કરી દિધી. સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરવાનું ભૂલતા નથી. હાલમાં એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરી છે કે તેઓ સોનુ સૂદને ભારત રત્નથી સન્માનિત કરે. આ પોસ્ટના જવાબમાં સોનુએ વિનમ્રતાથી હાથ જોડ્યા.
સોશિયલ મીડિયા યુઝરે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં મંદિરમાં ભગવાનની સાથે સોનુનો ફોટો પણ મૂકેલો છે. ફોટા પર તિલક લગાવ્યું છે એટલે કે તે ચાહક સોનની પૂજા કરે છે. તેણે પોસ્ટમાં PM મોદીને વિનંતી કરી છે કે, અમે દેશના સાચા હીરોને ભારત રત્ન આપવાની માંગ કરીએ છીએ.

છેલ્લા ઘણા મહિનાથી તે લોકોની મદદ કરવામાં જ વ્યસ્ત છે, આ મહિનાની શરુઆતમાં તેણે અમુક ટ્વીટ કર્યા હતા. જેમાં તેણે જે વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી, સ્કૂલ તેમના ઓનલાઈન ક્લાસ પણ બંધ કરી રહી છે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે જો બેંક મોરેટોરિયમ પીરિયડ આપી શકે છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકે છે