સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના બીજા મુકાબલામાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ હતી. સુપર ઓવરમાં પંજાબની ટીમ માત્ર બે રન જ બનાવી શકી હતી. રબાડાએ ત્રણ બોલમાં રાહુલ અને પૂરનની વિકેટ લીધી હતી.

પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. અને મેચ ટાઈ હતી. મયંક અગ્રવાલે નિણર્યિક ઇનિંગ્સ રમતા 60 બોલમાં 89 રન ફટકાયર્.િ તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી હતી.

દિલ્હી તરફથી સ્ટોઈનિસે અડધી સદી ફટકારી હતી. સ્ટોઈનિસે 21 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયાંસ અય્યરે 39 રન અને રિષભ પંતે 31 રન બનાવ્યા હતા.

દિલ્હીની ખરાબ શરૂઆત થઈ હતી. શિખર ધવન શૂન્ય રને રનઆઉટ થયો હતો. જયારે પૃથ્વી શો 5 રને મોહમ્મદ શમીની બોલિંગમાં જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. શિમરોન હેટમાયર શમીની બોલિંગમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. હેટમાયરે 13 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કયર્િ હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 15 રન આપીને સર્વિધિક ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે શેલ્ડન કોટરેલે 2 વિકેટ અને રવિ બિસ્નોઈએ એક વિકેટ ઝડપી હતી.

  • કોહલીની આજથી પ્રથમ ટાઇટલની ખોજ

અહીં આઇપીએલમાં આજે પહેલી મેચ રમનાર રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરનો સુકાની વિરાટ કોહલી 2008માં આ સ્પધર્નિા આરંભથી અત્યાર સુધીમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શક્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ સાથે વિરાટ પ્રથમ ટાઇટલ માટેની રેસ શરૂ કરશે. બન્ને ટીમમાં કાબેલ અને શક્તિશાળી બેટ્સમેનોની ભરમાર છે. ઑસ્ટ્રેલિયન ટીમના સુકાની ઍરોન ફિન્ચનો બેન્ગલોરની ટીમમાં સમાવેશ થવાથી ટીમ વધુ સ્ટ્રોન્ગ થઈ છે. સામી બાજુએ, ત્રણ સિઝનમાં સર્વોચ્ચ બેટ્સમેન બનનાર ડેવિડ વોર્નરની હૈદરાબાદની ટીમમાં જોની બેરસ્ટોવ જેવો મેચ-વિનર છે. એ ઉપરાંત, કેન વિલિયમસન, મનીષ પાન્ડે, મિચલ માર્શ અને ફેબિયન ઍલન પણ ટીમને મજબૂત બનાવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close