કોરોનાને લીધે વિલંબીત GTU વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવાશે; જાણો માહિતી..

કોરોનાને લીધે GTU ની વિન્ટર સેમેસ્ટરની બાકી પરીક્ષાઓ હવે ઓનલાઈન મોડમાં લેવાનાર છે ત્યારે સમર સેમેસ્ટર પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં જે લાવામા આવશે.
GTU દ્વારા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ અંતર્ગત UG-PG ની સેમેસ્ટર 3 થી લઈને 8 સુધીની રેગ્યુલર અને રીમીડિયલ સાથેની મોટા ભાગની પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવાઈ ગઈ હતી. જીટીયુની વિવિધ કોર્સની સમર સેમેસ્ટર પરીક્ષાઓ મે-જુનમાં લેવાતી હોય છે ત્યારે આ વર્ષે કોરોનાને લીધે ઓફલાઈન મોડમાં આ પરીક્ષાઓ યોજી શકાય તેમ નથી જેથી ઉનાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન જ યોજાશે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ ડેસ્કટોપ,ટેબ્લેટ,મોબાઈલ અને લેપટોપ સહિતના કોઈ પણ ગેઝેટ દ્વારા આપી શકશે.
આ પણ વાંચો..
આ જિલ્લામાં ઇકો ટુરિઝમ માં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું…
પરંતુ ડિગ્રી અને ડિપ્લમા ઈજનેરી અને ફાર્મસીની સેમેસ્ટર 1-2 ની તથા PG ના કેટલાક કોર્સની સેમેસ્ટર 1-2 ની પરીક્ષાઓ બાકી હતી જે પણ ઓફલાઈન લેવાનાર હતી પરંતુ કોરોના સંક્રમણ વધતા સરકારની સૂચનાથી તમામ પરીક્ષાઓ મોકુફ કરાયા બાદ હવે આ પરીક્ષાઓ ઓનલાઈન મોડમાં જ લેવામા આવનાર છે. ત્યારે હવે જીટીયુએ ઉનાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં જ લેવાનું નક્કી કર્યુ છે. કોલેજોને ઈન્ટરનલ પરીક્ષાઓ પ્રેક્ટિકલ તથા વાયવા પરીક્ષાઓનું ટાઈમ ટેબલ પોતાની રીતે નક્કી કરી લેવા સૂચના અપાઈ છે.જો કે આર્કિટેકચર અને ડિઝાઈન માટે તેમજ એમઈ-એમ ફાર્મ માટે જીટીયુ પોતે નક્કી કરશે.