રાષ્ટ્રીય
ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ કરી

ICICI બેન્ક દ્વારા વીડિયોકોન સમૂહને લોન આપવામાં થયેલા ગોટાળાની ED તપાસ કરી રહ્યું છે વીડિયોકોન સમૂહના ચેરમેન વેણુગોપાલ ધૂત સહિત ઘણા લોકો સામે તપાસ ચાલી રહી છે
ED એ ICICI બેન્કના પૂર્વ એમડી અને CEO ચંદા કોચરના પતિ દીપક કોચરની CICI બેન્ક-વીડિયોકોન કેસમાં ધરપકડ કરી છે. વીડિયોકોન સમૂહના ચેરમેન વેણુગોપાલ ધૂત સહિત ઘણા લોકો સામે તપાસ ચાલી રહી છે.
લગભગ 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં ગોટાળો થયો
ચંદા કોચર CEO હતા ત્યારે ICICI બેન્કે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી, તેમા કથિત રીતે ઘણી ખામીઓ જોવા મળી હતી. ED એ ફેબ્રુઆરી 2019માં કેસ નોંધ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં EDએ ચંદા કોચર અને તેના પરીવારની 78 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી હતી.