પોરબંદર ના મિયાણી ગામે દીપડા એ વાછડી નું મરણ કર્યું, વિશાવાળા ગામે ભય નો માહોલ..

છેલ્લા બે દિવસ થી પોરબંદર જીલ્લા ના રાતળી વિશાવાળા ભાવપરા મિયાણી સહિતના ગામો માં દીપડા એ દેખા દેતા વનવિભાગ દ્વારા મિયાણી ગામે પાંજરું મુકવામાં આવ્યું છે દિપડા ને લઈને સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ
પોરબંદર ઉપરાંત આસપાસ ના વિસ્તારો માં દીપડો કેટલાય સમયથી પડાવ નખી ને બેઠો છે થોડા દિવસ પહેલા કુછડી રિણાવાળા સહિતના ગામો માં આતંક મચાવ્યો હતો ત્યારે ફરી બે દિવસ થી વિસાવાળા મિયાણી સહતીના ગામો માં દીપડા એ દેખા દીધા છે

ગઈ કાલે મિયાણી ગામે એક વાછડી નું મારણ કરતાં વનવિભાગ ના અધિકારીઓ દ્વારા ગઈ કાલે સાંજે પાંજરું મુકવામાં આવ્યું હતું તો ગઈ કાલે માડી સાંજે દીપડા એ મોદી સાંજે રાતળી દરિયા કાંઠાના વિસ્તારો માં દેખા દીધા ના સમાચાર મળી રહ્યા હતા દીપડા ને લઈને સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળી રહ્યોં છે ત્યારે હાલ તો પશુ પાલકો માં ચિંતા જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક આ દીપડો પાંજરે પુરાય તેવું હાલ તો આ વિસ્તાર ના લોકો ઇચી રહ્યા છે
