ગુજરાત
તાલાલા ગીર માં સેવાભાવી ડોક્ટર નું નિધન

તાલાલા ગીર પંથકમાં છેલ્લા વીસ વર્ષથી અવિરત શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપતા ડો સંદિપ ભાઈ ગોસાઈ સાહેબ નું કોરોના સંક્રમણ થી તા.પ/૯/૨૦ નાં રોજ દુઃખદ નિધન થયું છે, તેમના આકસ્મિક અવસાન થી તાલાલા ગીર પંથકમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે, તેઓશ્રી એ નવ વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં ઉત્તમ ફરજ બજાવી હતી અને ત્યારબાદ બાપા સીતારામ હોસ્પિટલ ખાતે દર્દીઓને ૨૪ કલાક આવશ્યક ચિકિત્સા આપવા કટિબદ્ધ રહેતા હતાં,ઉમદા સરળ સ્વભાવી સદૈવ પ્રસન્નચિત્ત ડોક્ટર સંદિપ ભાઈ ગોસાઈ સાહેબ ના નિધન ના સમાચાર મળતા તાલાલા ગીર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવાનું નિશ્ચિત કરેલ નાના મોટા તમામ ધંધાદારી લોકો એ વ્યવસાય બંધ રાખી અને સાહેબ ને અંતિમ શ્રદ્ધાંજલિ આપેલ…