ન્યુઝ

DC vs SRH Qualifier 2: વિજેતા ટીમને મળશે ફાઇનલ ની ટિકિટ

  • IPLની ક્વોલિફાયર-2 માં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે અબુ ધાબી ખાતે ફાઇનલમાં મુંબઈ સામે સ્થાન મેળવવા જંગ
  • આ સીઝનમાં દિલ્હી હૈદરાબાદ સામેની બંને મેચ હાર્યું છે, અબુ ધાબી ખાતે છેલ્લી 9માંથી 8 મેચ ચેઝ કરનાર ટીમ જીતી
  • શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન કરનારી હૈદરાબાદની ટીમની વાપસીનો શ્રેય કેપ્ટન ડેવિડ વોર્નરને જાય છે, જેણે પોતાના ખેલાડીઓનો શાનદાર ઉપયોગ કર્યો. બીજી તરફ શરૂઆતી નવ મેચોમાં સાત જીત મેળવનારી દિલ્હી કેપિટલ્સની છેલ્લી છ મેચમાં પાંચમાં હારથી કેપ્ટન શ્રેયસ અય્યરની યોજનાઓને ઝટકો લાગ્યો છે. યુવા કેપ્ટન અય્યર ટૂર્નામેન્ટની 13મી સીઝનમાં ટીમને પ્રથમવાર ફાઇનલમાં પહોંચાડવા ઈચ્છશે તો વોર્નર 2016ની સફળતાને એકવાર પુનરાવર્તિત કરી બીજીવાર ટીમને ચેમ્પિયન બનાવવા ઈચ્છશે. વોર્નર જો આગામી બે મેચમાં જીત નોંધાવવામાં સફળ રહે તો ટૂર્નામેન્ટમાં સૌથી ઓછા અનુભવ વાળા ખેલાડીઓની સાથે જીત મેળવવાનો શ્રેય તેને જશે. 
  • દિલ્હીની ટીમ માટે સૌથી મોટી ચિંતા તેના ટોપ ક્રમના બેટ્સમેનોની છે. શિખર ધવન (15 મેચોમાં 525 રન)એ કુલ મળીને સારૂ પ્રદર્શન કર્યુ છે પરંતુ પાછલી કેટલીક મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. યુવા પૃથ્વી શો (13 મેચોમાં 228 રન)ની નબળાઈ સારા ફાસ્ટ બોલર વિરુદ્ધ ઉજાગર થઈ ગઈ તો અનુભવી અંજ્કિય રહાણા (7 મેચોમાં 111 રન)એ અત્યાર સુધી માત્ર એક મેચમાં દમદાર પ્રદર્શન કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =

Back to top button
Close