સ્પોર્ટ્સ

DC vs CSK: દિલ્હી કેપિટિલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું,શિખર ધવનની IPLમાં પ્રથમ સદી

શિખવ ધવનની અણનમ સદીની મદદથી દિલ્હી કેપિટલ્સ એ ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 34 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. આ જીતની સાથે દિલ્હીના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવાથી માત્ર એક જીત દૂર છે. તો ચેન્નઈ સુપર કિંગ્સે 9મી મેચમાં છઠ્ઠી વખત હારનો સામનો કરવો પડ્યો છે. હવે ચેન્નઈ માટે આગળનો માર્ગ ખુબ મુશ્કેલ બની ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.5 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

પોઇન્ટ્સ ટેબલમાં દિલ્હી ફરીથી ટોચ પર.. 

યુવાન શ્રેયસ ઐયરની કેપ્ટનશિપવાળી ટીમ દિલ્હી આ જીત સાથે 14 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની ટીંમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની 6-6 મેચમાં જીતની સાથે હાલમાં 12–12 પોઇન્ટ છે.

ઓપનિંગ કરવા ઉતરેલા ધવન અંત સુધી ઉભો રહ્યો, તેણે 19મી ઓવરમાં છેલ્લા બોલમાં સિંગલ લઇને પોતાની આઇપીએલ કારકિર્દીની પહેલી સદી પુરી કરી, આ ઓવરનાં પહેલા બોલ પર એલેક્સ કેરી (4) ને ડુ પ્લેસિસે કેચ કર્યો, પછી ધવને છેલ્લા બોલ પર સિંગલ લઇને સદી પુરી કરી. 

ડુ પ્લેસીસની IPLમાં 16મી ફિફટી
ફાફ ડુ પ્લેસીસે શાનદાર ફોર્મ જાળવી રાખતા લીગમાં પોતાની 16મી ફિફટી મારી. તેણે 47 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. તે રબાડાની બોલિંગમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો.

વોટ્સન અને ડુ પ્લેસીસની 87 રનની ભાગીદારી
શેન વોટ્સન એનરિચ નોર્ટજેની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આઉટ થતા પહેલા તેણે 28 બોલમાં 6 ફોરની મદદથી 36 રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે ડુ પ્લેસીસ સાથે 87 રનની ભાગીદારી કરી હતી. અગાઉ ઓપનર સેમ કરન શૂન્ય રને તુષાર દેશપાંડેની બોલિંગમાં થર્ડ મેન પર એનરિચ નોર્ટજેના હાથે કેચ આઉટ થયો હતો.

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 2 =

Back to top button
Close