આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

દાઉદનો પાકિસ્તાની ફાઇનાન્સર આતંકી સંસ્થાઓને ફંડ આપે છે

અમેરિકી નાણાકીય વોચ ડોગ નો ધડાકો, 16 અબજ ડોલરના વ્યવહારો કર્યા જીન્દાલ ગ્રુપ એ અબજો રૂપિયા વિદેશ મોકલ્યા

ભારતની સામે કાવતરા કરીને પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ ઘૂસાડવામાં આવી રહ્યા છે ત્યારે અમેરિકાના નાણાકીય વોચડોગ ના અધિકારીઓએ ચોંકાવનારો પદર્ફિાશ કર્યો છે અને મૂળ પાકિસ્તાનના અલ્તાફ ખાનાણી નામના શખસ દ્વારા અબજો રૂપિયા આતંકવાદી ગ્રુપ ને અપાતા હોવાની માહિતી આપી છે અને આ શખસ દાઉદ ઈબ્રાહિમનો ફાઇનાન્સર છે તેમ પણ બહાર આવ્યું છે.

અધિકારીઓએ અબજો રૂપિયાના ગેરકાયદે વ્યવહારો અને નાણાકીય હેરાફેરી પરથી પડદો ઉચકી લીધો છે. તેમના અહેવાલમાં એવો ઉલ્લેખ પણ છે કે આ શખસ દ્વારા પાકિસ્તાન ખાતે આતંકવાદી ગ્રુપ લશ્કરે તોઈબા અને જૈશ ને મોટા પાયે ફંડ આપવામાં આવે છે અને શસ્ત્રો ખરીદવા માટે નાણાં પૂરા પાડવામાં આવે છે.

અલ્તાફ દ્વારા મની લોન્ડરિંગ ઓર્ગેનાઇઝેશન ચલાવવામાં આવે છે પરંતુ તે મૂળ દાઉદ ઈબ્રાહિમનો ફાઇનાન્સર હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. આમ આગામી દિવસોમાં નવા કડાકા-ભડાકા થવાની સંભાવના છે અને કેટલાક વધુ ચોંકાવનારા નામ પણ બહાર આવી શકે છે.

દરમિયાનમાં અમેરિકાના આ ગ્રુપ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ કંપ્ની દ્વારા અબજો રૂપીયાનું ફંડ વિદેશોમાં મોકલવામાં આવ્યું છે ઈડર થી મોટા પ્રમાણમાં આ કંપ્નીએ ફંડ મેળવ્યું પણ છે.

આ બધી જ પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરવામાં આવી હોવાનું અહેવાલમાં ઉલ્લેખ છે અને આ બારામાં પણ તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. આ કંપ્ની દ્વારા મોરેશિયસ જર્મની અને યુકેની અનેક કંપ્નીઓને મોટા પ્રમાણમાં ફંડ મોકલવામાં આવ્યા છે અને એ જ સમયગાળા દરમિયાન દુબઈ અને સ્વીઝરલેન્ડ માંથી કેટલીક કંપ્નીઓ પાસેથી જંગી પ્રમાણમાં ફંડ મેળવ્યું પણ છે.

પાકિસ્તાનના નાગરિકો દ્વારા ખતરનાક આતંકવાદી સંસ્થાઓને ફંડ પૂરું પાડવામાં આવી રહ્યું છે તે વાતનો ધડાકો થયા બાદ હવે અમેરિકાનું તંત્ર એક્શનમાં આવી ગયું છે અને આ નાગરિક ની સામે આકરા પગલા લેવામાં આવશે તેવી જાહેરાત થઇ છે અને તેમાં કેટલાક વધુ મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close