ટ્રેડિંગન્યુઝરાષ્ટ્રીય

કળયુગની શ્રવણ બની દીકરીઓ, માતાને પીડામાંથી મુક્તિ અપાવી

અરવલ્લી : રામાયણના શ્રવણના પાત્રને કોણ નથી ઓળખતું. માતા-પિતાની સેવા-શુશ્રુષાનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્રવણ.(daughter save mother)અંધ માતા પિતાની તમામ ઈચ્છાઓ પુરી કરવા શ્રવણ સંકલ્પબદ્ધ હતા.
આજે કળયુગમાં પણ જોધપુરની દીકરીઓએ (daughter save mother) શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે.માતાને પીડામુક્ત કરવા છેક જોધપુરથી મુસાફરી કરી અમદાવાદ આવી અજાણ્યા શહેરમાં પણ દોડધામ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાની માતાને પીડામુક્ત કરી છે. આમ શ્રવણ બનવાનો એકાધિકાર ફક્ત પુરુષો સુધી સીમિત રહ્યો નથી, આજની દીકરીઓ પણ કોઇનાથી કમ નથી.
માતાને શું તકલીફ હતીરાજસ્થાન જોધપુરના 54 વર્ષીય મીનાબેન ઉપાધ્યાય (daughter save mother)ચાર વર્ષથી ગર્ભાશયની તકલીફ ભોગવી રહ્યા હતા. જોધપુરની સરકારી હોસ્પિટલથી માંડી ઘણી સુવિખ્યાત ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી પરંતુ નિરાકરણ આવ્યુ નહીં.તકલીફ વધી જતા ખાનગી હોસ્પિટલના તબીબોએ ઓપરેશનનું કહી દીધું તે પણ અતિગંભીર, જે સાંભળી મીનાબહેનનો સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો.

મીનાબહેને ક્યાં સારવાર કરાવીમીનાબહેનના સગા દ્વારા તેમને સિવિલમાં એકવખત બતાવવા કહેવામાં આવ્યુ.તેમની સલાહ માનીને મીનાબહેન સિવિલ હોસ્પિટલ(daughter save mother)સારવાર અર્થે આવી પહોંચ્યો.. અહીંના ગાયનેક વિભાગના તબીબોએ સમગ્ર પરિસ્થિતિનું વિહંગાવલોકન કર્યુ સાથે સાથે વિવિધ રિપોર્ટસ કરાવ્યા..રિપોર્ટસ કરાવતા જાણવા મળ્યુ કે ગર્ભાશયમાં ઓપરેશન કરવા જેવી કોઈપણ જાતની આવશ્યકતા લાગતી ન હતી.
તેઓએ મીનાબહેનને 15 દિવસની દવા લખી આપી. તેની સાથે તેમને ગળાના ભાગમાં પણ તકલીફ ધ્યાને આવી. તેમના કફમાં લોહી નીકળતું હતુ જેના માટે સિવિલ હોસ્પિટલના ઈ. એન. ટી. વિભાગ દ્વારા 15 દિવસની દવા લખી આપવામાં આવી.  ચાર વર્ષથી વિવિધ તકલીફોની પીડાના કારણે મીનાબહેનની માનસિક સ્થિતિ પણ નબળી પડી હતી જેના નિદાન માટે પણ તેમણે સિવિલ હોસ્પિટલમાં બતાવ્યુ.
આજે 15 દિવસની દવાઓ લીધા બાદ ફરી વખત મીનાબહેન તેમની દિકરીઓ સાથે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે ચહેરા પર સ્મિત રેડાતુ હતુ.. તેઓ કહી રહ્યા હતા કે મને તદ્દન સારુ થઈ ગયુ છે. હું કોઈપણ જાતની પીડા કે વેદના હવે અનુભવી રહી નથી.
સિવિલમાં થઈ મીનાબહેનની સારવારમીનાબહેન ઉપાધ્યાય કહે છે કે જોધપુરની વિવિધ હોસ્પિટલમાં (daughter save mother) જ્યારે મારી તકલીફનુ઼ નિરાકરણ ના આવી શક્યુ તો હું નિરાશ થઈ ગઈ હતી. પરંતુ મારી બંને દીકરીઓએ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરીને મારી સારવાર અર્થે મને જોધપુરથી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા.. મારી સ્વાસ્થયની દરકાર કરીને મારી બંને દીકરીઓ દોડતી રહી.. અજાણ્યા શહેરમાં રહેવાની વ્યવસ્થા કરી.. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વિવિધ તબીબોને મળીને મારી શ્રેષ્ઠ સારવાર કરાવી મને વિવિધ પીડાઓમાંથી મુક્તિ અપાવી છે.

મારી દિકરીઓ઼એ મારા માટે શ્રવણ બનીને કામ કર્યુ છે મારી સેવા-શુશ્રુષા કરી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી દિકરીઓ ભગવાન દરેક માતા-પિતા ને આપે.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 9 =

Back to top button
Close