દાહોદ બ્રેકીંગ: રિક્ષા તળાવમાં ખાબકી, નવજાત સહિત 3 નાં મોત

દાહોદમાં ઓટો રિક્ષા 30 ફૂટ ઊંડા તળાવ ખાબકતા નવજાત શિશુ સહિત ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે નવજાત બાળકની માતા અને અન્ય બે મહિલાને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મહિલા પ્રસુતિ કરાવીને ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં જ અચાનક અકસ્માત સર્જાતા નવજાત બાળક સહિત 3 બાળકોના મોત થયા હતા. એક સાથે ત્રણ બાળકોના મોતથી આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ મુજબ દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવમાં આજે સવારે ઓટો રિક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે, જ્યારે 3 મહિલાઓનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ દાહોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદથી નવજાત સહિત ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આમ બાળકના જન્મ થયાના કલાકોમાં ખુશી છીનવાઈ ગઈ.