સ્પોર્ટ્સ

CSK vs RR: રાજસ્થાને ચૈન્નઈને 7 વિકેટથી પરાજય આપ્યો,

રાજસ્થાનની જીતના હીરો જોસ બટલર રહ્યો. તેણે 48 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી. બટલરે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા. એ સિવાય બેન સ્ટોક્સ 19, રોબિન ઉથપ્પા 04 રન બનાવ્યા. ચૈન્નઈ માટે ચાહરે 2 અને જોશ હેઝલવુડે એક વિકેટ ઝડપી.

રાજસ્થાનની ખરાબ શરૂઆત
ચેન્નઈએ આપેલા 126 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમે માત્ર 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ (19), રોબિન ઉથપ્પા (4) અને સંજૂ સેમસન (0) રન બનાવી આઉટ થયા હતા. જેમાં સ્ટોક્સ અને સેમસનને દીપક ચાહરે તો રોબિન ઉથપ્પાને હેઝલવુડે આઉટ કર્યા હતા. 

બટલરની બીજી અડધી સદી.

28 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ જોસ બટલર અને સ્ટીવ સ્મિથે ઈનિંગને સંભાળી હતી. બટલરે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્નેએ 98 રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. જોસ બટલર 48 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ  34 બોલમાં 26 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. 

મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો

મહેન્દ્ર સિંહ ધોની લીગમાં પોતાની 200મી મેચ રમી હતી અને આ સાથે ધોની લીગમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. IPLમાં પોતાની 200મી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 28 રન બનાવ્યા હતા.

ચૈન્નઈ તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 28 રન, રવિન્દ્ર જાડેજાએ અણનમ 36, સેમ કરને 21 રન બનાવ્યા. જ્યારે રાજસ્થાન માટે જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ ઝડપી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + eleven =

Back to top button
Close