CSK vs MI: ચેન્નઇ સુપરકિંગ્સ ને 10 વિકેટથી માત આપી હતી

મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી IPLની 41મી મેચમાં મુંબઈની 10 વિકેટે જીત થઈ છે. ચેન્નઈ આપેલા 115 રનના મામૂલી લક્ષ્યાંકને મુંબઈએ 12.2 ઓવરમાં મેળવી લીધો હતો. મુંબઈ માટે ઈશાન કિશને નોટઆઉટ 68 રન અને ક્વિંટન ડિ કોકે નોટઆઉટ 46 રન ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવી શકી હતી. ચૈન્નઈની શરૂઆત ખરાબ રહી હતી. સેમ કરને લડાયક ઈનિંગ રમી 52 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી બોલ્ટે 4, બુમરાહ- રાહુલ ચાહરે બે-બે વિકેટ તેમજ નાથન કુલ્ટર-નાઈલે એક વિકેટ લીધી હતી. બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સે 7મી જીત મેળવી. 10 મેચોમાં 14 પોઈન્ટ સાથે મુંબઈ ટોપ પર પહોંચી ગયું છે. દિલ્હી કેપિટલ્સના પણ 10 મેચોમાં 14 પોઈન્ટ છે પરંતુ રન રેટના આધાર પર મુંબઈ ટૉચ પર છે.
ઇશાન કિશનની તોફાની ફિફ્ટી

ઓપનર બેટ્સમેનના રૂપમાં આવેલા ઇશાન કિશને તોફાની બેટીંગ કરી રહી હતી. ઇશાન કિશને 29 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી.
ચૈન્નઈની ટીમ આ અગાઉ IPL માં જ્યારે પણ રમી પ્લે ઓફ સુધી જરૂર પહોંચી છે પરંતુ આ વખતે કંઈ ખાસ કરી શકી નહી. તે ત્રણ વખત ટાઈટલ જીતી ચુકી છે અને પાંચ વખત રનર્સઅપ રહી પરંતુ આ વખતે 11 મેચોમાં માત્ર 6 પોઈન્ટ છે. એટલે કે આગામી 3 મેચ જીતીને પણ તેના કુલ 12 પોઈન્ટ થશે એવામાં પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા નથી.