
ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાય રહેલી IPL 2020 ની 49 મી મેચમાં ચેન્નઈએ કલકત્તાને 6 વિકેટથી પરાજય આપ્યો છે. આજની મેચ ભારે રોમાંચક બની હતી. ચેન્નાઈને છેલ્લી 2 ઓવરમાં 30 રનની જરૂર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં અણનમ 31 રન ફટકારી ટીમને જીત અપાવી હતી.
રાયડૂ-ગાયકવાડ વચ્ચે 68 રનની ભાગીદારી
પ્રથમ વિકેટ પડ્યા બાદ અંબાતી રાયડૂ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ગાયકવાડ સાથે મળીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રાયડૂ અને ગાયકવાડે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 118 હતો ત્યારે રાયડૂ (38)ને કમિન્સે આઉટ કર્યો હતો. રાયડૂએ 20 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રુતુરાજ ગાયકવાડે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 72 રનનું યોગદાન આપ્યું હતું. તે કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.

સૌપ્રથમ ચેન્નાઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. બેટિંગ કરવા ઉતરેલી કલકત્તાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 172 રન કર્યા. કલકત્તા માટે નીતીશ રાણાએ 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સની મદદથી 87 રન કર્યા હતા. તેણે IPL માં પોતાની 11 મી અર્ધી સદી ફટકારતા તેના સિવાય શુભમન ગિલે 26 અને દિનેશ કાર્તિકે અણનમ 21 રનનું યોગદાન આપ્યું.