દેવભૂમિ દ્વારકા
અધિકમાસ ના છેલ્લા દિવસે દ્વારકામાં ભક્તોની ભીડ..

અમાસ હોવાથી ભક્તોએ કર્યુ
દર ત્રણ વર્ષ બાદ આવતા અધિકમાસ, જે પરષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. આખા વર્ષ દરમિયાન આવતા ઉત્સવ આ માસ દરમિયાન તિથી મુજબ મનાવવામાં આવે છે. આજ અધિકમાસનો છેલ્લો દિવસ અને અમાસ હોવાથી મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યા હતા. પવિત્ર ગોમતીધાટ પર સ્નાન કરી શ્રીજીના દર્શન નો લાહવો લીધો હતો.
આ અધિકમાસ દરમિયાન લગભગ દોઢ લાખ ભક્તોએ દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું. આજ અમાસના રોજ આશરે તેર હજારથી પણ વધારે ભક્તોએ દર્શન કર્યા હતા.