સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ.

લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની ગેંગના સભ્યને ચપ્પુ મારતા ઉધનાની ગેંગે લીંબાયત ગેંગની ગાડી સળગાવી નાખતા મામલો તંગ બન્યો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી બંન્ને સામે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ આદરી છે.બે ગાડીમાં 8 જેટલા માણસો માટે રાવણ અને દયાવાન ગેંગના સભ્યો ઉધના રોડ પર નંબર 6 પર સુલ્તાન પર હુમલો કર્યો હતો.
સુલતાન ત્યાંથી ભાગી છુટ્યો હતો. તેનો માણસ રાહુલ હાથમાં આવી જતા આ ગેંગ દ્વારા તેને માર મારમાવામાં આવ્યો હતો. જ્યારે તેને ચપ્પુના ઘા પણ માર્યા હતા.ગેંગવોર થતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ તત્કાલ બનાવના સ્થળ પર આવી. આ મુદ્દે બંન્ને ગેંગ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે. સુલતાન ગેંદ આવી જતા રાવણ દયાવાન ગેંગનો એક સભ્ય તેમના હાથ લાગી જતા તેને મારા મારી તેમની ગાડી સળગાવી નાખી હતી