ગુજરાત

આ જિલ્લામાં ઇકો ટુરિઝમ માં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું…

જિલ્લામાં કોરોનાના  કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, શહેરોમાં જ નહીં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જતી હોઈ સલામતીના ભાગરૂપે દરેક તાલુકા મથકોમાં કોવિડ સેન્ટરો કે કોરોના કેર સેન્ટરો શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે, જે અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત અગ્રણીઓની રજુઆતોને પગલે સરહદી સુઈગામ તાલુકામાં પણ જલોયા નડાબેટ રોડ પર આવેલ ઇકો ટુરિઝમમાં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે,

આ પણ વાંચો..

કટાવ ધામ મંદિર કોરોના મહામારીને લઈ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું..

આ અંગેની વિગતો આપતાં ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડો,જનકસિંહ બોડાણા એ જણાવ્યું હતું કે ઇકો ટુરિઝમના 7 રૂમોમાં 25 બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે, જ્યાં જરૂર મુજબનો આરોગ્ય સ્ટાફ હાજર રહેશે,અને કેર સેન્ટરમાં આઇસોલેટ થયેલ દર્દીઓ ની સારવાર કરવામાં આવશે.


રિપોર્ટ,રાજુજી ઠાકોર, સુઇગામ, બનાસકાંઠા

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 1 =

Back to top button
Close