મનોરંજન
COVID-19: તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ

તમન્ના ભાટિયાને કોરોના પોઝિટવ આવતાંની સાથેજ હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તમન્ના ભાટિયા હૈદરાબાદમાં એક વેબ-સીરિઝનું શૂટિંગ કરી રહી હતી. પહેલા તેના પેરેન્ટ્સ પણ કોરોના પોઝિટવ આવ્યા હતા ત્યારે તમન્ના ઍઇસોલેશનમાં રહી હતી.

તમન્ના જે વેબ સીરીઝનું શૂટિંગ કરી રહી હતી તેને બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ બાકી મેમ્બર્સોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમન્નાની હાલત સુધારા પર હોવાનું કહેવાય છે.