Covid-19: 6 ફૂટનુ અંતર હોય તો પણ કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો

અમેરિકાના સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ચેતવણી આપી કે, 6 ફૂટનુ અંતર રાખવા છતા પણ કોરોનાનુ સંક્રમણ લાગવાની શક્યતાઓ હોય.
CDCએ કોરોનાને લઈને બહાર પાડેલી નવી ગાઈડલાઈન પ્રમાણે covid-19 હવામાં કેટલીક સેકન્ડ માટે અથવા તો કલાકો સુધી રહી શકે છે. Covid-19, 6 ફૂટ સુધી ટ્રાવેલ કરી શકે છે, જેના લીધે એક બીજાથી 6 ફૂટનુ અંતર રાખવુ પણ સલામત તો નથી જ. કોરોના સંક્રમિત વ્યક્તિઓ પોતાના શ્વાસ થકી વાયરસને ફેલાવી શકે છે. જે વાયરસ 6 ફૂટ દુર ઉભેલા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
આ પહેલા જાપાનના સંશોધકો એક નવો દાવો કરી ચુક્યા છે કે, કોરોના વાયરસ માનવીની ત્વચા પર નવ કલાક સુધી જીવતો રહી શકે છે.
દુનિયામાં કોરોનાનુ સંક્રમણ અટકવાના કોઈ એંધાણ હાલમાં નથી. દુનિયામાં અત્યાર સુધીમાં અંદાજિત 3.60 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને દસ લાખથી વધારે લોકોના મોત થયા છે.