પોરબંદર દ્વારકા નેશનલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચાર,
એક પછી એક ભ્રષ્ટાચારના ગાબડા આવી રહ્યા છેએ સામે.
પોરબંદરથી દ્વારકા સુધીનો નવો સીમેન્ટ ક્રોકીટ નેશનલ હાઇવે બની રહ્યો છે. હજુ લોકાર્પણ પણ બાકી હોય, નવા નેશનલ રોડ પરના ગાબડા સામે આવી રહ્યા છે. હાજી તો કામ પૂર્ણ નથી થયું ત્યારે ટુકડા મિયાણી પાસે આવેલ ડૉકલાના પાટિયા પાસે રસ્તાની એક સાઈડ માં જોખમી ધોવાણ થઈ ગયું છે અને ત્યારથી 10 ફૂટ જ કોસ્ટલ કેનાલ આવી છે અને માત્ર વાસના બામ્બુનું આડ્સ કરી છેલ્લા કેટલાય સમયથી એની એજ સ્થતિમાં જોવા મળી રહ્યું છે. પરંતુ જવાબદાર અધિકારીઓને કદાચ દેખાતું નથી.
હજુ તો ગડુંથી દ્વારકા સુધીનું નેશનલ હાઇવે નું કામ પુર્ણ થયું પણ નથી, ત્યાંજ દ્વારકા પાસે પુલ પર તીરાડ તથા ગાબડા પડવાનું ચાલુ થઈ થયું છે. થોડા મહિના પહેલા ટુકડા અને વિસાવાડા ગામે પુલિયા બેસી ગયા હતા. ત્યારે ફરી એકવાર હાઇવેની બેદરકારી સામે આવી રહી છે. પોરબંદર હર્ષદ રોડ પર આવેલ ટુકડા નજીક ડૉકલાના પાટિયા પાસે રસ્તાની એક સાઈડ કોઈ કારણો સર ગાબડું જોવા મળી રહ્યું છે. જે ધણા સમય થી એમને એમજ જોવા મળી રહ્યું છે. આ ગાબડાની પાસે જ કોસ્ટલ કેનાલ 50 થી 60 ફૂટ ઊંડી આવેલી છે. ત્યારે અત્યંત જોખમી ગાબડું હોવા છતા જવાબદાર અધિકારીઓને દેખાતું નથી અને માત્ર બાંબુના વાસ મૂકી અને કામ ચલાવી લેવામાં આવ્યું છે. જો કોઈ અકસ્માત સર્જાયો તો બાજુમાં કોસ્ટલ કેનાલ 50 થી60 ફૂટ ઊંડી આવેલી હોય, જેને લઈને કોઈ મોટી જાનહાની થવાની શકયતા નકારી શકાય તેમ નથી. ત્યારે જવાબદાર અધિકારીઓ આ ભ્રષ્ટાચારી ગાબડાને સમારકામ કરે અથવા વાસના બાંબુની જગ્યાએ યોગ્ય મજબૂત સિગ્નલો મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.