
ગુજરાતમાં ધીરે ધીરે કોરોના જોર પકડતો જાય છે. એવામાં હવે કોરોનાની ગાઈડાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી બનતું જાય છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત કરાયેલા C.R. પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કર્યું નહતું એવામાં ત્રણ અઠવાડિયા પહેલા કમલમમાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા હતા.

એ વાતનો અસર હવે દેખાવવા લાગ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે.

કમલમના કાર્યાલય મંત્રી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળવામાં આવી રહી છે.