ગુજરાત

કોરોનાનો કાળો કહેર- રાજ્યના વધુ એક ગામમાં 15 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવા આવ્યું….

ધર્મજ ગામમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને લઈને ગ્રામ પંચાયત દ્વારા બપોરે બાર વાગ્યા બાદ ગામમાં સંપુર્ણ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈ સવારે ૯ થી ૧૨ દરમિયાન દુકાનો ખુલ્લી રહેશે અને ૧૨ વાગ્યા બાદ લોકડાઉનનો સંપુર્ણ અમલ કરવાનો રહેશે. તેમજ ગામમાં રીક્ષા અને થ્રીવ્હીલ ટેમ્પો ચાલકે પણ સંપુર્ણપણે લોકડાઉન પાળવાનો રહેશે. ધર્મજ ગામમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં કોરોના વાયરસ સામે નાગરિકોની સુરક્ષાને લઈને સરપંચ બાબુભાઈ ડાહ્યાભાઈ રોહિત અને ઉપસરપંચ તુષારભાઈ બાબુભાઈ પટેલ દ્વારા ગામમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ગામમાં ઘરની બહાર નીકળતા દરેક નાગરિકે ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે તેમજ ગામમાં, ફળિયામાં, ટાવર ચોકમાં, ભાથીજી જેવા જાહેર સ્થળોએ ટોળે વળી બેસી શકાશે નહી. તેમજ લોકડાઉન દરમિયાન કોઈએ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહી. તેમજ આગામી તા. ૩૦-૯-૨૦૨૦ સુધી ૧૫ દિવસ માટે ગામમાં સંપુર્ણપણે લોકડાઉન રહેશે. અને અનાજ કરીયાણા, દુધ દહી અને શાકભાજીની દુકાનો માત્ર સવારે ૯ થી ૧૨ દરમિયાન ખોલી શકાશે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી. તેમજ રીક્ષા તથા ટેમ્પી ચાલકોએ પણ લોકડાઉનનું સંપુર્ણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ધર્મજ ગામના તમામ નાગરિકો માટે રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સવારે ૧૧ વાગ્યાથી ગામની પટેલ વાડીમાં રેપીડ ટેસ્ટની કામગીરી શરુ કરવામાં આવી છે. જે ગામના દરેક નાગરિકે કરાવવાની રહેશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 9 =

Back to top button
Close