ટ્રેડિંગરાષ્ટ્રીય

કોરોનાનો કાળો કહેર: લોકડાઉનમાં ૫૦ કરોડ લોકોની નોકરીઓ ગઈ

  • જીવ નહીં નોકરીઓ પણ લઈ રહ્યો છે કોરોના
  • કામના કલાકોમાં ઘટાડાને લઈને લગાવ્યો અનુમાન શ્રમીકોને બે કરોડ ૫૮ લાખ કરોડ રૂપિયાનું નુકશાન

કોરોના વાયરસના રોગને કારણે વિશ્વનું અર્થતંત્ર તૂટી ગયું છે અને કરોડો લોકોની નોકરીઓ ખોવાઈ ગઈ છે. આને લેબર માર્કેટ્સ પર ઘણી નકારાત્મક અસર પડી છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ), સંયુકત રાષ્ટ્રની એક સંસ્થાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે મજૂર બજારના કોરોનાની અસર તેના મૂલ્યાંકન કરતા ઘણી વધારે નકારાત્મક અસર પામી છે અને વર્ષના અંત સુધીમાં સુધારણા માટેનો અવકાશ પણ ઓછો છે. આઇએલઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે મજૂર બજારમાં સુધારણાની ગતિ ધારણા કરતા ઘણી ધીમી છે. આઈએલઓના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે ૫૦ કરોડથી વધારે લોકો બેરોજગાર થયા છે.

 આઇએલઓએ કામના કલાકોમાં દ્યટાડાને આધારે આ અનુમાન લગાવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વના દેશોમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની તુલનામાં આ નાણાકીય વર્ષના બીજા કવાર્ટર (કયૂ ૨)માં કામના કલાકોમાં ૧૭% ઘટાડો થયો છે. આ ઘટાડો ૫૦ કરોડ લોકોની નોકરી ગુમાવવા સમાન છે. એટલે કે, વિશ્વભરના મજૂર બજારમાં, કામના કલાકોમાં કોરોના વાયરસને કારણે ૫૦૦ મિલિયન જેટલા લોકોને નુકસાન થયું છે. જૂનમાં, એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે કોરોના વાયરસના કારણે કામકાજના કલાકોનું નુકસાન બે કરોડ લોકો જેટલું બેરોજગાર હશે. પરંતુ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે ૧૦ કરોડથી વધુ લોકો બેરોજગાર હોવાનો અંદાજ છે.

ILOએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાભરમાં શ્રમીકોને મજૂરી અને વેતનના રૂપમાં ૩.૫ ટ્રિલિયન ડોલર એટલે કે આશરે બે કરોડ ૫૮ લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જે દુનિયાભરના દેશોની જીડીપીના ૫ ટકાથી વધારે છે. ILOના અધ્યક્ષ ગાઈ રાઈડરે કહ્યું છે કે, લેબર માર્કેટમાં થયેલા નુકશાન પ્રલયકારી છે. તેણે કહ્યું છે કે વૈશ્વિક સ્તર ઉપર લેબર ઈનકમમાં ૧૦.૭ ટકાનો ઘટાડો આવ્યો છે. જુન ૨૦૨૦માં ILOએઅનુમાન લગાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં અંતિમ ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧)માં દુનિયામાં કામના કલાકોમાં ૪.૯ ટકાનો ઘટાડો આવ્યો છે. પરંતુ હવે સંગઠને તેને વધારીને ૮.૬ ટકા કરી દીધો છે. ILOએ આશંકા કરી છે કે જો કોરોના વાયરસની બીજી વેવ આવે છે તો સ્થિતિ ગંભીર બની જશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × one =

Back to top button
Close