
સૌરાષ્ટ્રમાં કોરોના ધીરે ધીરે પોતાની ધાક જમાવી રહ્યું છે. રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના દર્દીઓનીસેવા કરતાં કરતાં રાજકોટમાં 100થી વધુ ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.જેમાંથી અમુકને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના પોતપોતાના ઘરોમાં હોમ આઈસોલેટ છે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ડોક્ટરો માટે IMA રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદથી 70 ડોક્ટરોને ગઈકાલે સાંજે ફરજ પર મૂકાયા હોવાનું એડી.કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.IMAએ પોતાના સભ્યોને વિનંતી કરી છે કે, માત્ર હોસ્પિટલોમાં જ પોતાની જિંદગી જીવવા પણ અત્યંત સાવચેતી રાખે.

સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થશે પણ જો લોકો સમજે અને કામ વિના ઘરની બહાર ન નીકળે તો ઓક્ટોબરમાં રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે.