કોરોનાના સંક્ર્મણનું સુનામી- અમરેલી જિલ્લાના કોરોના સેમ્પલ પણ મોકલવા પડે છે ભાવનગર

સમગ્રવિશ્વમાં દરેક દેશ કોરોના સંક્ર્મણથી બચી શક્યો નથી. ધીરે ધીરે જેમ સમય વીતે છે તેમ કોરોના સંક્ર્મણ વધતું જાય છે. ભારતમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો લાખોને પાર પહોંચ્યો છે. પણ અહીંયા રાહતની વાત એ છે કે જેમ જેમ સંક્ર્મણ વધે છે તેમ તેમ સંક્રમિત થતા વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે.
ભારતના દરેક રાજ્યમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. આપણા ગુજરાતમાં પણ દરરોજ હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને રૂપાણી સરકાર કોરોના સામે જંગ જીતવા સામે ઘણી મહેનત કરી રહી છે.
ત્યાંજ ખબર પડી છે કે અમરેલી જિલ્લામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થતો રહે છે પણ આ જિલ્લાના કોરોના સેમ્પલની જાંચ ભાવનગર કોરોના લેબોરેટરીમાં કરવામાં આવતી હતી. આખા અમરેલી ખાતે એક પણ કોરોના લેબોરેટરીની સુવિધા આપવામાં આવી નહતી.
પરંતુ હવે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. હાલ અમરેલીમાં કોવીડ-19ની લેબોરેટરી ને મંજૂરી મળી છે. અને અમરેલીના કલેક્ટર શ્રી આયુષ ઓક ના વરદ્દ હસ્તે લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
હવે થી કોરોના નો રિપોર્ટ માટે અમરેલીના લોકોને રાહ નહિ જોવી પડે. આ એક રાહત ના સમાચાર છે.