અર્જુન બિજલાનીના 5 વર્ષ ના પુત્રને કોરોના..

તેની પત્ની પણ કોરોના વાયરસના સપાટામાં આવી છે,
ઘણા સમયથી તેણે મનોરંજન ઉદ્યોગના લોકોને પણ લપેટમાં લીધા છે. જેમાં સિરીયલ નાગિન અને ઇશ મેં મર જાવાના સ્ટાર અર્જુન બિજલાના પરિવાર પર કોરોના ત્રાટક્યો છે. અર્જુન બિજલાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાના પાંચ વર્ષીય પુત્રના સ્વાસ્થય વિશે જાણકારી આપી છે.

તેણે પોસ્ટ કર્યું છે કે, મને જે ભય હતો તે જ થયું છે. મારી પત્ની પછી મારા પાંચ વર્ષીય પુત્ર અયનને પણ કોરોનાએ પોતાની ચપેટમાં લીધો છે.મારી પત્ની કોરોના સામે ઝઝૂમી રહી છે તેવામાં અમને અમારા પુત્રની ચિંતા થઇ રહી છે. તેણે લોકોને વિનંતી કરતા કહ્યું છે કે, તમે તમારું ધ્યાન રાખશો. તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે કોરોનાના સપાટામાં આવી જશો.

લોકો હાલ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે પોતાની વિશેષ કાળજી લેવાની જરૂર છે. કોરોના વાયરસના લક્ષણ એક સરખા દેખાતા નથી, લોકોમાં અલગ-અલગ લક્ષણ જોવા મળે છે.