ગુજરાત

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: 91 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૮ વ્યક્તિના મૃત્યુ થતાં કુલ મરણાંક હવે ૩૬૪૬ છે. હાલ ગુજરાતમાં ૧૪,૨૭૭ એક્ટિવ કેસ છે અને ૭૧ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૧ હજારથી નીચે નોંધાયો આવ્યો હોય તેવું ૨૦ જુલાઇ એટલે કે ૯૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. છેલ્લે ૨૦ જુલાઇના ૯૯૮ નવા કેસ નોંધાયા હતા. આ પછી સતત ૧ હજારથી વધુ દૈનિક કેસ નોંધાતા આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૬૦,૭૨૨ છે.

ગાંધીનગર: ૩૨ સાથે મહેસાણા, ૨૬ સાથે પાટણ, ૨૩ સાથે જુનાગઢ, ૨૧ સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં ૫-ગ્રામ્યમાં ૧ સાથે માત્ર ૬ કેસ નોંધાયા હતા.

સુરત શહેર: છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૬૫-ગ્રામ્યમાં ૬૨ એમ ૨૨૭ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૪ હજારને પાર થઇને ૩૪૧૫૫ થયો છે.

અમદાવાદ શહેર: ૧૬૦-ગ્રામ્યમાં ૧૮ એમ ૧૭૮ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૦,૩૮૮ છે. વડોદરા શહેરમાં ૭૦-ગ્રામ્યમાં ૪૨ સાથે ૧૧૨ નવા કેસ સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં ૫૬-ગ્રામ્યમાં ૨૭ એમ ૮૩ સાથે ૨૭ ઓગસ્ટ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૦૦થી નીચે રહ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 5 =

Back to top button
Close