કોરોનાનું તાંડવ : સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કેસ : સૌથી વધુ મૃત્યુ નોંધાયા

- છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૬૮૨૧ નવા કેસ : ૧૧૮૧ના મોત :
- કુલ મૃત્યુ ૯૮૬૭૮ : કુલ કેસ ૬૩૧૨૫૮૪:
- વિશ્વભરમાં કુલ કેસ ૩૪૧૫૯૦૫૫ : કુલ મૃત્યુઆંક ૧૦૧૮૭૯૧ :
- એકટીવ કેસ ૭૭૦૯૮૨૧ : ૨.૫૩ કરોડ લોકો સાજા પણ થયા
: કોવિડ-૧૯ના મહામારીનો માર ઝીલી રહેલા ભારત માટે સપ્ટેમ્બર મહિનો અત્યંત ભયાનક સાબિત થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૬૮૨૧ નવા કેસ આવ્યા છે અને એ દરમિયાન ૧૧૮૧ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા ૬૩ લાખને પાર કરી ગઇ છે. સપ્ટેમ્બરની વાત કરીએ તો ભારતમાં કુલ કેસના ૪૧ ટકા આ મહિનામાં આવ્યા અને ૩૪ ટકાના લોકોના મોત આ મહિનામાં જ થયા છે. કોઇપણ મહિનામાં સૌથી વધુ થયા હોય તો તે સપ્ટેમ્બરમાં છે.
અગાઉના મહિનામાં ૨૮૮૫૯ મોત નોંધાયા હતા. જ્યારે જુલાઇ ૧૯૧૨૨, જૂનમાં ૧૧૯૮૮ અને મે માં ૪૨૬૭ મોત નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ૩૩૨૫૫ લોકોના મોત નોંધાયા છે.
ભારતમાં કુલ મૃત્યુઆંક ૯૮૬૭૮ થયો છે. કુલ એકટીવ કેસ ૯૪૦૭૦૫ છે જ્યારે કુલ કેસની સંખ્યા ૬૩૧૨૫૮૪ થવા પામી છે. અત્યાર સુધીમાં ૫૨૭૩૨૦૧ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬૬૬૨ લોકોના મોત થયા છે અને ત્યાં ૧૩૮૪૪૪૬ કેસ નોંધાયા છે.
ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં જ કોરોનાના ૨૬.૨૪ લાખ કેસ મળ્યા છે જે કુલ કેસની સંખ્યાના ૪૧ ટકા છે. ઓગસ્ટમાં ૧૯૮૭ લાખ કેસ હતા.
વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કુલ ૩૪૧૫૯૦૫૫ કેસ છે. જેમાંથી એકટીવ કેસ ૭૭૦૯૮૨૧ છે અત્યાર સુધીમાં ૧૦૧૮૭૯૧ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત અમેરિકામાં ૨૧૧૭૪૦ થયા છે અને ત્યાં ૭૪૪૭૨૮૨ કુલ કેસ છે ત્યાં એકટીવ કેસ ૨૫૩૫૮૩૬ છે. સાજા થનારા લોકોની સંખ્યા ૨.૫૩ કરોડ છે.