કોરોનાને પરિણામે દેશમાં શોપિંગ પદ્ધતિમાં જોવા મળેલો જોરદાર બદલાવ,

કોરોના બાદ છેલ્લા કેટલાક મહિનાથી લોકો ઘેરબેઠા માલસામાન મેળવવાનું પસંદ કરી રહ્યા છે, જેને કારણે ઓનલાઈન ખરીદીમાં વધારો જોવા મળ્યો છે.
તહેવારો દરમિયાન દેશના ૫૦ ટકા થી વધુ ઉપભોગતાઓ તહેવારને લગતી પોતાની ખરીદી ઓનલાઈન કરવાનું વધુ પસંદ કરશે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડની સરખામણીએ વર્તમાન વર્ષના તહેવારોમાં ખરીદીની પદ્ધતિમાં નોંધપાત્ર ફરક જોવા મળી રહ્યો છે. દેશના પચાસ મોટા શહેરોમાં ત્રણ લાખથી વધુ ઉપભોગતાઓને સર્વે હેઠળ આવરી લેવાયા હતા. આ સર્વેમાં ૬૩ ટકા પુરુષ તથા ૩૭ ટકા મહિલાઓએ ભાગ લીધો હતો. ૬૧ ટકા ઉપભોગતાઓએ તહેવારો દરમિયાન ખરીદી કરવાનો ઈરાદો વ્યકત કર્યો હતો. કુલ સહભાગીઓમાંથી ૫૧ ટકા લોકોએ ઓનલાઈન ખરીદી કરવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કોરોનાવાઈરસે દેશના અર્થતંત્ર તથા વેપાર પર ગંભીર અસર કરી છે. કોરોનાને કારણે વેચાણ તથા આવકમાં ઘટાડાને કારણે અનેક વેપાર ઉદ્યોગે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. પરંતુ તહેવારોમાં વેચાણમાં વધારો થવાની અપેક્ષા રખાઈ રહી છે.